મોરબી ખાતે નિર્માણાધીન મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ની મુલાકાત લીધી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી તેમજ કચ્છ – મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા, સાથી ધારાસભ્યઓ તેમજ અન્ય સંગઠનના હોદેદારો – આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્મિત મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાતે પધારેલ પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાથે મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા તથા મોરબી શહેર ભાજપ પ્રમુખ રીશીપ કૈલા, અરવિંદભાઈ વાસદડીયા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.














