Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયાના કુંભારીયા ગામે ગાળો બોલવાની ના પાડતા જાનથી મારી નાખવાંની ધમકી

માળીયાના કુંભારીયા ગામે ગાળો બોલવાની ના પાડતા જાનથી મારી નાખવાંની ધમકી

માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સોને ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કરી બાદમાં સ્વીફ્ટ કાર પુર ઝડપે ચલાવી બાળકને પગમાં ઇજા પહોંચાડવાની સાથે અન્ય એક શખ્સે ફરિયાદીને ધારીયું લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેતા અરવિંદભાઈ હરખજીભાઈના ઘર પાસે સ્વીફ્ટ કારમાં આવેલ આરોપી નિલેશ રમેશભાઈ પરમાર, કિશન કાનજીભાઈ હૂંબલ, જસમત કાળુભાઇ ઇંદરિયા ગાળો બોલતા હોય અરવિંદભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કર્યો હતો અને કાર લઈને પુરઝડપે જતા જતા હડફેટે લઈ અરવિંદભાઈના પુત્ર નક્ષને પગમાં ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં અન્ય એક આરોપી રમેશભાઈ દેવશીભાઈ પરમારે ગામના ઝાપા પાસે ધારીયું લઈ અરવિંદભાઈને આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments