Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભુજમાં સાસંદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3નો આવતીકાલથી પ્રારંભ: 500થી વધુ ટીમો લેશે ભાગ

ભુજમાં સાસંદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3નો આવતીકાલથી પ્રારંભ: 500થી વધુ ટીમો લેશે ભાગ

મોરબી: કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3 આયોજીત કરવામાં આવેલ છે. જેના સૌજન્ય સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજક કચ્છનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ માં કચ્છ-મોરબી-માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લેશે. જયુબિલી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે તા.6 માર્ચના સાંજે 6 કલાક થી પ્રારંભ થતી આ ટુર્નામેંટ ૩ માસ થી વધુ સમય ચાલશે જેમાં 500 થી વધુ ટીમો ભાગ લેશે. આ કાર્યક્રમ માં કચ્છ જીલ્લાના જન પ્રતિનિધિઓ-અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલ રસિકોને ટુર્નામેન્ટ દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદ વિનોદભાઇ ચાવડા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટે જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments