Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadશ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા વાર્ષિક અહેવાલ બુકનું વિમોચન તથા કચ્છ...

શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા વાર્ષિક અહેવાલ બુકનું વિમોચન તથા કચ્છ મોરબીના સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી…

આજ રોજ હળવદ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા ખાતે કચ્છ મોરબીના સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસનીમનો દિવ્યાંગ બાળકો દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી આ સાથે ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર પ્રમુખ તપનભાઈ દવે તથા સ્થાનિક સમિતિના સભ્યો દ્વારા સંસ્થાની વાર્ષિક અહેવાલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને શોભાવવા ૫૦ થી વધુ દિવ્યાંગ બાળકો સાથે સંસ્થાના વિશિષ્ટ શિક્ષકો અને સ્થાનિક સમિતિના સભ્યો અને સંઘના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન બળવંતભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ બળવંતભાઈ દ્વારા તપન ભાઇ દવેની વિવિધ સામાજિક સેવાને બિરદાવી હતી,કાર્યક્રમના અંતે હળવદ સંસ્થાના સંચાલક જયેશભાઈ રંગાડિયા દ્વારા સંસ્થાની વિવિધ પ્રવૃતિઓથી માહિતગાર કરીને દિવ્યાંગ બાળકોને ક્યાંય પણ જરૂર હોય ત્યાં સહયોગી થવા સંસ્થા હંમેશા તત્પર રહેશે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામનો આભાર માનીને કાર્યક્રમની પૂર્ણાવતી કરવામાં આવી હતી..

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments