Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં પીઆઇ છાસિયા સહિત પાંચ પોલીસ કર્મીઓને કોપ ઓફ ધ મંથ...

મોરબી જિલ્લામાં પીઆઇ છાસિયા સહિત પાંચ પોલીસ કર્મીઓને કોપ ઓફ ધ મંથ એવોર્ડ એનાયત

મોરબી : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જિલ્લામાં જન્યુઆરી-2025માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હાલ ટંકારામાં ફરજ બજાવતા પીઆઇ છાસિયા સહિત પાંચ પોલીસ કર્મીઓને કોપ ઓફ ધ મંથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં પોલીસ અધિક્ષક- મોરબીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન નોટ રીડીંગના દરમિયાન મોરબી જિલ્લાના પાંચ અધિકારીઓ તથા કર્મચારીઓને કોપ ઓફ ધ મંથ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એમ. છાસીયા, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ રાજદિપસિંહ પ્રતાપસિંહ રાણા, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદિશભાઈ જીવણભાઈ ડાંગર. હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા અને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નીરૂભા જાડેજાને જન્યુઆરી-2025માં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ Cop Of The Month એવોર્ડ એનાયત કરાયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments