Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુજરાતના મુખ્ય સચિવશ્રી પંકજ જોષી સાથે  સૌજન્ય મુલાકાત કરતાં પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ...

ગુજરાતના મુખ્ય સચિવશ્રી પંકજ જોષી સાથે  સૌજન્ય મુલાકાત કરતાં પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજા


ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવશ્રી તરીકે આરુઢ થયેલા સિનિયર IAS અધિકારી અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ તરીકે સફળતા પૂર્વક કામ કરી ચૂકેલા શ્રી પંકજ જોષીની મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમની આ નવી મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સફળતા પૂર્વક વહન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ એક કિતાબ ભેટ આપી હતી. અત્રે ઉલ્લેખનીય રહેશે કે મુખ્ય સચિવશ્રી પંકજ જોષી એ પોતાની IAS તરીકેની કારકિર્દી નો પ્રારંભ મોરબીના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કરેલો હતો. આ મુલાકાત દરમિયાન તેઓશ્રીએ મોરબીના અનેક સ્મરણો તાજા કર્યા હતા. તેમજ બ્રિજેશ મેરજાએ પણ જે તે વખતે શ્રી પંકજ જોષીએ મોરબી માટે કરેલા બેનમૂન કામોને યાદ કરી તેમના પરત્વે કૃતાર્થ ભાવ વ્યક્ત કર્યો હતો. શ્રી પંકજ જોષીની મોરબીથી પ્રારંભ થયેલી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેની કામગીરીથી આજે તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવશ્રી તરીકે કામગીરી કરી રહ્યા છે. તે મોરબી માટે પણ એક ભારે ગૌરવરૂપ બાબત ગણાય. આ તકે બ્રિજેશ મેરજાએ મુખ્ય સચિવશ્રી પાસે મોરબીના વિકાસ માટેના સહયોગની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments