Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી અને વાંકાનેર પંથકમાં ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગને ઝડપી લેતી હળવદ...

મોરબી અને વાંકાનેર પંથકમાં ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગને ઝડપી લેતી હળવદ પોલીસ

મોરબી : મોરબી અને વાંકાનેર પંથકમાં પાર્ક કરાયેલા ટ્રકમાંથી ડીઝલ ચોરતી ગેંગના પાંચ શખ્સોને હળવદ પોલીસે માથક ગામ પાસેથી ઝડપી લીધા છે. આ સાથે બેકારમાંથી ૪૦૦ લીટર ડિઝલનો જથ્થો પણ મળી આવ્યો છે.

હળવદ પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે માથક ગામ પાસેથી રેઈડ કરી એક આઈ20 કાર તથા ઇકો કારમાંથી અલગ અલગ કુલ ૧૨ કેરબાઓમાં ૪૦૦ લીટર કિંમત રૂ.36,000ના શંકાસ્પદ ચોરીના ડિઝલના જથ્થા સાથે વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઈ પરમાર રહે. ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા, પ્રદિપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા, અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા રહે ગામ કોટ લીંડોરા તા. ઠાસરા જી.ખેડા અને કુલદીપસિંહ ભરતભાઈ લકુમ રહે ગામ માથક તા.હળવદ વાળાને પકડી લેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે રૂ.5,36,000નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ આદરી હતી. જેમાં આ ડિઝલનો જથ્થો મોરબી તાલુકાના લગધીરપુર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરેલ ટ્રકોમાંથી રાતના સમયે ચોરી કરેલ હોવાની તેઓએ કબુલાત આપેલ છે.

આ કામગીરીમાં પીઆઈ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા, પો.હેડ.કોન્સ. દિનેશભાઈ હનાભાઈ, લાલભા રઘુભા, હરેશભાઈ ઇન્દુલાલ, શકિતસિંહ બહાદુરસિંહ, પો.કોન્સ. વનરાજસિંહ માલુભા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, સંજયભાઈ મનજીભાઈ, સાગરભાઈ ડાયાભાઈ, યુવરાજસિંહ નીરૂભા, રણજીતસિંહ અરજણભાઈ, કિશનભાઈ ધીરૂભાઈ સહિતના રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments