મોરબી : રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા પાંખ દ્વારા આજ મહિલા દિવસ નિમિત્તે એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું અને રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા પાંખ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા મહિલા પાંખના પ્રમુખ ગાયત્રીબા જાડેજા તેમજ શહેર પ્રમુખ ઇલાબા ઝાલા તેમજ ભુમિબા ઝાલા,અરૂણાબા ઝાલા,કૈલાસબા જાડેજા, જાડેજા કૈલાસબા આઈ,ધરમિસટાબા જાડેજા,દકસાબા ઝાલા,જનકબા જાડેજા,શોનલબા જાડેજા,હંસાબા ઝાલા,ગાયત્રીબા જાડેજા,તારાબા જાડેજા,જયોતિબા જાડેજા સહિત મોરબી જિલ્લાની મહિલા પાંખની સંપૂર્ણ ટીમ દ્વારા આજ રોજ વૃદ્ધાશ્રમ મુકામે જઈને પોતાના હાથે ભોજન પીરસીને વૃદ્ધ આશ્રમમાં નિવાસ કરતા લોકો સાથે આજે મહિલા દિવસની ઉજવણી કરીને સર્વે વૃદ્ધ માતા પિતાના આશીર્વાદ લઈને નારી શક્તિની ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂર પાડ્યું હતું.
















