Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના રાતીદેવડી ગામે અમારું વીજ જોડાણ કેમ કાપી નાખ્યું કહી વીજ કર્મી...

વાંકાનેરના રાતીદેવડી ગામે અમારું વીજ જોડાણ કેમ કાપી નાખ્યું કહી વીજ કર્મી ઉપર હુમલો

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે વીજ બિલ નહિ ભરનાર ખેડૂતનું વીજ જોડાણ કાપી નાખવામાં આવતા ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ વીજ કર્મચારી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.

વાંકાનેર વીજ કચેરીમાં ફરજ બજાવતા મૂળ બોટાદના વતની અને હાલમાં ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે રહેતા હરપાલસિંહ નિર્મલસિંહ ગોહિલ ઉ.38 નામના વીજ કર્મચારીએ આરોપીઓ મહમદફરીદભાઇ ઉસ્માનભાઇ કડીવાર, કડીવાર ગુલાબમોયુદીન આહમદભાઇ તથા કડીવાર યુસુફભાઇ આહમદભાઇ રહે.રાતીદેવરી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ વીજબીલ ભરતા ન હોવાથી વીજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરી અમારું કનેક્શન કેમ કાપ્યું કહી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments