Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સામાકાંઠે બંધ લાઈટ ચાલુ કરવા તંત્રને રજૂઆત કરતી આમ આદમી પાર્ટી

મોરબીના સામાકાંઠે બંધ લાઈટ ચાલુ કરવા તંત્રને રજૂઆત કરતી આમ આદમી પાર્ટી

મોરબી : મોરબી ઝોન -૨ મહારાણા પ્રતાપ સર્કલ એક ગીચ વિસ્તાર હોય જ્યાં ગોકળગાયની ગતિએ ફ્લાય ઓવરનું કામ ચાલુ છે. ત્યાં કોલમ બનાવવા માટે મસમોટા ખાડા કરેલ છે. એવાં સમયમાં સર્કલ પાસે જે શોભાના ગાંઠીયા સમાન સ્ટ્રીટ લાઈટનો પોલ છે જેમાં ધણાં સમયથી એક પણ લાઈટ ચાલું નથી. જેના લીધે મોટો અકસ્માત થવાની ભીતી સેવાઇ રહી છે અને તેજ જગ્યાએ હાઉસિંગ બોર્ડ બસ સ્ટેન્ડ પણ આવેલું છે જ્યાંથી મોરબી આવતા જતા દરેક મુસાફરો માટે બસ સ્ટોપ છે તો રાત્રીના સમયે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. આમ આદમી પાર્ટી ના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા આ પોલની લાઈટ જેમ બને તેમ જલ્દી રીપેરીંગ થાય તેવી તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે અને મહારાણા પ્રતાપ સર્કલથી મયુર બ્રિજ સુધી નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments