Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં ગેરકાયદે ખડકાયેલી હોટલને તોડી પડાવામાં આવી

હળવદમાં ગેરકાયદે ખડકાયેલી હોટલને તોડી પડાવામાં આવી

મોરબી : હળવદમાં અનેકવાર પોલીસ ચોપડે ચડેલા બે અસામાજિક તત્વોએ સરકારી જગ્યામાં હોટેલ ખડકી દીધી હોય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે નગરપાલિકાની ટિમ દ્વારા આ હોટેલનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંકજ ચમનભાઈ ગોઠી તથા તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી વિરુધ્ધમાં ઈંગ્લીશ દારૂના અને હથિયારના અને મારામારીના તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે. તે અસામાજિક તત્વોની કબજા ભોગવટાની હળવદમાં સામંતસર તળાવની પાળ પાસે હાઈવે નજીક આવેલ “ઘરનો રોટલો” નામની હોટલ છે આ જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવેલ છે જેથી નગરપાલિકા દ્વારા નોટિસ ફાળવી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હોટલનું બે જેસીબી મશીન દ્રારા ડિમોલેશન કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments