Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપા કચેરીમાં સર્વરના ધાંધિયાથી વેરો ભરવા આવતા લોકોને પારાવાર મુશ્કેલી

મોરબી મનપા કચેરીમાં સર્વરના ધાંધિયાથી વેરો ભરવા આવતા લોકોને પારાવાર મુશ્કેલી

મોરબી મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ દિવસથી સર્વરના ધાંધિયાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને માર્ચ એન્ડીગનો સમય ચાલતો હોય હાલમાં વેપારીઓ સહિત મોટાભાગના લોકો કરાવેરા ભરવા મહાનગરપાલિકા કચેરીમાં જતા હોય છે પણ સર્વર વારંવાર ખોરવાઈ જતા વેરો ભરવાની કામગીરી અટકી જવાથી લોકોને ભારે ધરમના ધકકા થઈ રહ્યા છે. લોકોને ટાઈમસર વેરો તો ભરવો છે. પણ સર્વર ડાઉન હોવાથી વેરો ભરી શકતા નથી. આથી મ્યુનિસિપલ કમિશનર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

મોરબી મહાનગરપાલિકા કચેરીમાં હાલમાં વિવિધ જાતના કરવેરા ભરવા આવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. એનું કારણ એ છે કે, અત્યારે માર્ચ એન્ડીગનો સમય ચાલી રહ્યો હોય ત્યારે અત્યારે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં જ વેરો ભરપાઈ કરવા માટે લોકો મોટી સંખ્યામાં મનપા કચેરીમાં ઉમટી રહ્યા છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે,  આ વેરો ભરવાની ઓનલાઈન કામગીરીમાં સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે. તેથી લોકો વેરો ભરી શકતા નથી. વેપારીઓ સહિતના લોકો કહે છે કે, હાલ માર્ચ એન્ડિંગનો સમય હોવાથી વધુ વ્યાજ ન ભરવું પડે તે માટે વેરો ભરવા લાઈનો લગાવીએ છીએ પણ સર્વરના ધાંધિયાથી ત્રણ દિવસથી ખોટા ધક્કા થઈ રહ્યા છે.વેરો ભરવા માટે મનપા કચેરી ખુલે એ પહેલા આવી જઈએ છીએ, પરંતુ સર્વર ડાઉન થવાથી બપોર સુધી વારો આવતો નથી. બધા જ કામકાજ પડતા મૂકીને વેરો ભરવા આવીએ ત્યારે સર્વર ડાઉનની કડાકુટથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેમાં આજે સવારે 10 વાગ્યે વેરો ભરવા આવ્યા હતા. પણ બપોર સુધી વારો ન આવતા લાઈનો પણ લાંબી થઈ ગઈ હતી અને બપોર પછી પણ ક્યારે વારો આવશે એંક્કી જ હોતું નથી. આવી રીતે ત્રણ દિવસથી મનપા કચેરીમાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા પણ સર્વર ડાઉનની મુશ્કેલી હલ થતી નથી  જો કે મનપા બન્યા પછી કમિશનર વેરો ઉધરવા માટે કડક બન્યા છે અને તમામ આસામીઓ વેરો ભરે તે માટે આકરી કાર્યવાહી કરી રહ્યા છે. આથી વેપારીઓ સામેથી વેરો ભરવા તૈયાર થઈ ગયા છે અને વેરો ભરવા માટે લાઈનો લગાવી દે છે. પણ ઓનલાઈન કામગીરીમાં વિક્ષેપ પડતો હોવાથી લોકો વેરો ભરપાઈ કરી શકતા નથી. તેથી કમિશનર ખુદ આ દિશામાં યોગ્ય કામગીરી કરે તેવી માંગ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments