વાંકાનેર : રાજ્યભરમાં અસામાજિક તત્વો અને ગુન્હાહિત પ્રવૃત્તિ આચરતા શખ્સોના ગેરકાયદેસર દબાણ અને વીજ ચોરી ઉપર પોલીસ સહિતના વિભાગો સંયુક્તપણે એક્શન લઈ રહ્યા છે ત્યારે શુક્રવારે વાંકાનેરના વિસીપરા વિસ્તારમાં સીટી પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી દારૂના ધંધાર્થીએ સરકારી જમીન ઉપર કરેલુ દબાણ તોડી પાડી અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતી જમીન ખુલ્લી કરાવી હતી.
મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા તૈયાર કરાયેલી યાદી અન્વયે વાંકાનેર સીટી પોલીસે શહેરના વિસીપરા વિસ્તારમાં રહેતા દારૂના ધંધાર્થી એવા રહીમભાઇ રાયધનભાઈ મોવર દ્વારા વિસીપરા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી લીધું હોવાનું સામે આવતા વાંકાનેર નગરપાલિકા અને પોલીસે સંયુક્ત કામગીરી કરી અંદાજે રૂપિયા 5 કરોડની કિંમતી 1800 ચોરસવાર જમીન દબાણ મુક્ત કરાવી હતી.
પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન મુજબ વાંકાનેર સીટી પો. સ્ટે વિસ્તાર – માથાભારે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ જે સરકારી જમીન ઉપરનું દબાણ નગરપાલિકા વાંકાનેર તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.













