Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના પીપળીયા રાજ ગામે ખેત શ્રમિકનો ઝેરી દવા પીને આપઘાત

વાંકાનેરના પીપળીયા રાજ ગામે ખેત શ્રમિકનો ઝેરી દવા પીને આપઘાત

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના વતની યુવાનનું વતનમાં મકાન પડી ગયું હોવાથી નવું મકાન બનાવવાની ચિંતામાં આર્થિક સંકળામણને કારણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે યાસીનભાઈ હુસેનભાઈ ભોરણીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા રૂપસિંગ કિરુભાઈ ભુરિયા ઉ.34 નામના ખેત શ્રમિક યુવાનનું મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં આવેલ મકાન ચોમાસા દરમિયાન પડી ગયું હોય જેથી નવું મકાન બનાવવા માટે રૂપિયા ન હોય આર્થિક સંકળામણમા રૂપસિંગે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments