Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખનું સન્માન

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખનું સન્માન

મોરબી: પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે હેતલબેન પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા સમૂહલગ્ન, દિવાળી તથા વાર-તહેવારમાં ઝૂંપડપટ્ટીમાં ગરીબોને કપડા વિતરણ, ઠંડીમાં ધાબળા વિતરણ, જન્મદિવસની અનોખી ઉજવણી, રક્તદાન, શ્રાવણ મહિમાં ઝૂંપડપટ્ટીમાં ગરીબોને નાસ્તો વિતરણ, ઉનાળામાં ચકલીના માળા અને પાણીના કુંડા, પંચાસર સ્મશાનમાં શબવાહીની દાન, સ્કૂલમાં અનેક વિધ પ્રવૃતિઓ જેવા સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજીત કાર્યક્રમ “જાગો ગ્રાહક જાગો” માં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા તેમના ગ્રુપના સેવાકાર્ય બદલ સિલ્ડ આપી સન્માનિત કરવા સાથે તેમના નિઃસ્વાર્થ કાર્યોને બિરદાવ્યા હતા. જેથી હેતલબેન પટેલે લાલજીભાઈ મહેતા સહીત અગ્રણીયોનો આભાર વ્યક્ત કરવા સાથે પોતાની સંસ્થાને મળેલ માન સન્માન સંસ્થાના સભ્યો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેવાનું જણાવ્યુ હતુ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments