Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગાયત્રી ચેતના કેન્દ્રમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું

મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્રમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું

મોરબી : “અટલ સ્વાન્ત: સુખાય” યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર
એટેલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટેલ “ગર્ભ સંસ્કાર”. ત્યારે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિનાં માર્ગદર્શન અંતર્ગત “અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં આજ રોજ 25 માર્ચના રોજ મોરબી ઘટક-1 દ્વારા ગાયત્રી પ્રેરણા મંદિર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ગર્ભ સંસ્કાર વિધિમાં 40 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. તેમજ બીજો કાર્યક્રમ મોરબી ઘટક-2 દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આ ગર્ભ સંસ્કાર વિધિમાં 40 સગર્ભા બહેનો ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સર્ગભા બહેનોને દાતા દ્વારા પોષ્ટિક કીટ ( સુખડી, કીવી, ખજુર, દાળિયા)નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ દ્વારા ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેમજ આઈ.સી.ડીસ.એસનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments