Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની બાળકીને એક શખ્સે હવસનો શિકાર બનાવી

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની બાળકીને એક શખ્સે હવસનો શિકાર બનાવી

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની બાળકીને એક શખ્સે હવસનો શિકાર બનાવી

મોરબી : મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકી ઉપર એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નરાધમે બાળકીને ચોકલેટ અને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધતા આરોપી ઉપર ફિટકારની લાગણી વરસી છે.

મોરબી તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની  10 વર્ષની માસૂમ પુત્રી ઉપર મૂળ મધ્યપ્રદેશના વતની એવા આરોપી ભરત ભગીરથભાઈ માલવીયાએ બદકામના ઇરાદે નજર બગાડી હતી.પહેલા આ શખ્સે બાળકીને ચોકલેટ અને મોબાઈલની લાલચ આપી હતી અને આ શખ્સ વાંસનામાં અંધ બનીની ન કરવાનું કૃત્ય કરી બેઠો હતો. જેમાં આરોપીએ પહેલા બાળકીના શારીરિક અડપલાં કરી બાદમાં કુકર્મ આચર્યું હતું. આથી આ બનાવની ભોગ બનનાર બાળકીના પરિવારજનોને ખબર પડતાં આરોપીના કુકર્મનો ભાંડો ફૂટી ગયો હતો. બાદમાં ગત મોડી રાત્રે ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ આરોપી સામે દુષ્કર્મની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી તાલુકા પોલીસ મથકે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments