Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જુના નાગડાવાસ ગામે મકાનમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ, 69 હજારના મુદ્દામાલ સાથે...

મોરબીના જુના નાગડાવાસ ગામે મકાનમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ, 69 હજારના મુદ્દામાલ સાથે 7ની ધરપકડ

જુના નાગડાવાસ ગામના રહેણાંક મકાનમાં રેડ કરી તાલુકા પોલીસે સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને સ્થળ પરથી રોકડ રૂ ૬૯,૦૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા હિતેષ ભોગીલાલ મહેતા, પ્રશાંત ઉર્ફે હકાભાઇ પ્રભાતભાઈ ધ્રાંગા, બીજલ અણદાભાઈ સુરેલા, દિલીપ લાભુભાઈ સુરેલા, જયેશ ઉર્ફે જ્યેલો ગગુભાઈ મિયાત્રા, માવજી સુખાભાઈ રાઠોડ અને વનરાજ રામજીભાઈ સરેસા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૬૯,૦૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં તાલુકા પીઆઈ એસ કે ચારેલ, પીએસઆઈ એસ એન સગારકા, એ પી જાડેજા, મહાવીરસિંહ પરમાર, ચંદ્રસિંહ પઢીયાર, દેવશીભાઈ મોરી, રમેશભાઈ મુંધવા, અરવિંદભાઈ મકવાણા, કેતનભાઈ અજાણા, ભગીરથભાઈ લોખીલ, કુલદીપભાઈ કાનગડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, સિદ્ધરાજભાઈ લોખીલ, શક્તિસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, અજયભાઈ લાવડીયા, અર્જુનસિંહ પરમાર, યશવંતસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments