મોરબી : મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ અને યુવા અગ્રણી પ્રથમ અમૃતિયાનો આજે જન્મદિવસ છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પુત્ર પ્રથમ અમૃતિયા પિતાના પગલે ચાલીને જુદા જુદા સંગઠનો સાથે જોડાયને લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ત્યારે આ યુવા અગ્રણીના જન્મદિવસે તેમને જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબી ડેઇલી પરિવાર પણ પ્રથમ અમૃતિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.











