Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવીર મહારાણા સાંગાજી વિશે અપમાન જનક ટિપ્પણી કરનાર સપાના સાંસદ વિરુદ્ધ કડક...

વીર મહારાણા સાંગાજી વિશે અપમાન જનક ટિપ્પણી કરનાર સપાના સાંસદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો

મોરબી : સમાજવાદી પાર્ટીના સંસદ રામલાલ સુમન દ્વારા વીર પ્રતાપી યોદ્ધા મહારાણા સાંગા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને મોરબીમાં વિરોધ જોવા મળ્યો છે. ત્યારે આ દરમ્યાન રાજપૂત કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રોષ વ્યકત કરવા આવ્યો છે.

આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, થોડા દિવસ પહેલા રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા પરમ પ્રતાપી વીર યોદ્ધા મહારાણા સાંગાજીના ગૌરવવંતીત ઇતિહાસને ખોટી રીતે અપમાન જનક ભાષામાં વાત કરી મુઘલ પ્રેમી લોકોને ખુશ કરવા આ હીન કૃત્ય કર્યું છે. ત્યારે સમગ્ર દેશવાસીઓની લાગણીને ઠેસ પહોંચી છે. પરંતુ સાથે સાથે ભારતના ગૌરવશાળી ઇતિહાસને પણ ડાઘ લગાડવાનો પ્રયાસ કર્યો છે. રામલાલ સુમન દ્વારા પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવામાં આવે તથા તેઓ રાજીનામુ આપે અથવા તેમની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી તેમને ભારતની સંસદમાંથી સસ્પેન્ડ કરવા વિશ્વ હિન્દુ પરિષદ અને રાજપૂત કરણી સેના દ્વારા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments