વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા જયાબેન સવજીભાઈ ડેડાણીયા શેરીમાં બેઠા હતા ત્યારે આ જ ગામનો સાગર કેશુભાઈ દેત્રોજા નામનો યુવાન વારંવાર શેરીમાંથી બાઈક લઈને નીકળતો હોય શેરીમાંથી બાઈક લઈને આવવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ આરોપી સાગરે ગાળાગાળી અને ઝપાઝપી કરી જયાબેનને હાથમાં પાઇપ ફટકારી દેતા ફ્રેક્ચર થઈ ગયું હતું.બનાવ અંગે જયાબેનની ફરિયાદને આધારે સીટી પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.










