મયુનીસીપલ કમિશ્નરે વિદ્યાર્થી હિતમાં તુરંત આદેશ આપતા પ્રશ્ન ઉકેલાયો
મોરબીની એલ ઈ કોલેજની હોસ્ટેલમાં ડ્રેનેજ સમસ્યા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને મ્યુનીસીપલ કમિશ્નરે તુરંત એક્શન લેતા બે દિવસમાં સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે
મોરબી એલ ઈ કોલેજ હોસ્ટેલની ડ્રેનેજ સુવિધા મામલે ABVP દ્વારા ગુરુવારે રજૂઆત કરવામાં આવી હતી ડ્રેનેજ સમસ્યાને પગલે વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા હતા જેથી વિદ્યાર્થી હિતમાં તાકીદે નિર્ણય લેવામાં આવ્યો હતો માત્ર બે દિવસના સમયગાળામાં પ્રશ્ન ઉકેલાયો હતો આજે સવારે સફાઈ અભિયાન શરુ કરાવી સમસ્યાનો સુખદ ઉકેલ લાવતા વિદ્યાર્થીઓ અને ABVP દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો











