Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી અને વાંકાનેરમા વરલી મટકાના જુગારના દરોડામાં ત્રણ ઝડપાયા

મોરબી અને વાંકાનેરમા વરલી મટકાના જુગારના દરોડામાં ત્રણ ઝડપાયા

મોરબી શહેર અને તાલુકામાં તેમજ વાંકાનેર શહેરમાં પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા ત્રણ શખ્સોને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાંથી આરોપી કીર્તિભાઈ ઉર્ફે કાનજીભાઈ છબીલભાઈ કોટેચા ઉ.50 નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબજે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં મિલેનિયમ સિરામિક પાસેથી આરોપી કિરીટભાઈ મનસુખભાઇ સોલગામા ઉ.56 નામના વૃદ્ધને રોકડા રૂપિયા 350 સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લીધા હતા. આ ઉપરાંત વાંકાનેર સીટી પોલીસે વાંકાનેરના ગ્રીનચોકમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી યુસુબ યાકુબભાઈ ભટ્ટી રહે.નવાપરા વાંકાનેર વાળાને રોકડા રૂ.6170 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments