Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઝૂલેલાલ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

મોરબીમાં ઝૂલેલાલ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

મોરબીમાં ઝૂલેલાલ મહોત્સવ નિમિત ધાર્મિક મહોત્સવ અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

સમસ્ત સિંધી સમાજ દ્વારા આજે ઝૂલેલાલ મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી સિંધુ ભવન ખાતે વિવિધ ધાર્મિક મહોત્સવ બાદ સાંજે ભવ્ય શોભાયાત્રા અબીલ ગુલાલની છોળો વચ્ચે નીકળી હતી જેમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા
મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે આજે ૧૦૭૫ મો ઝૂલેલાલ જન્મોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ધ્વજા રોહણ, મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ યોજાયો હતો તેમજ સાંજે અબીલ ગુલાલની છોળો વચ્ચે ઢોલ નગારાના તાલે નાચતા ઝૂમતા શોભાયાત્રા નીકળી હતી ભગવાનના રથ સાથે શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી જે શોભાયાત્રા દરમિયાન ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments