Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર શ્રી કેશરીયા ગૃપ દ્વારા આયોજીત શ્રી શિવમહાપુરાણ નવાહ્ પારાયણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ...

વાંકાનેર શ્રી કેશરીયા ગૃપ દ્વારા આયોજીત શ્રી શિવમહાપુરાણ નવાહ્ પારાયણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો ગાજેતે વાજતે પોથીયાત્રા નીકળી

કથા પ્રારંભ તા. ૩૦ માર્ચ પૂર્ણાહુતિ તા. ૭ એપ્રિલે થશે કથા દરમ્યાન વિવિધ પ્રસંગોની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે કથા સવારે ૯ થી ૧૨ સાંજે ૩.૩૦ થી ૫.૩૦ વાગ્યા સુધી ચાલશે

વાંકાનેર : શહેરના વીશીપરા ખાતે શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં મુખ્ય યજમાન દાતા પઢિયાર પરિવાર તેમજ કેસરીયા ગ્રુપ દ્વારા શ્રી શિવ મહાપુરાણ નવાહ્ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર શિવપુરવાળા શાસ્ત્રીજી જગદીશબાપુ (બાબાસાગર) બીરાજી રસપ્રદ શૈલીમાં સંગીતના સપ્તસુરો સંગ કથામૃતનું રસપાન કરાવશે.

શ્રી શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞનો આજે તા. ૩૦ ને રવિવારે શુભારંભ થયો હતો અને ભવ્ય વાજતે ગાજેતે પોથીયાત્રા નીકળી હતી જેમાં અસંખ્ય લોકોએ જોડાઈને પોથીજીનો લાભ લીધો હતો. પોથીયાત્રા સભા સ્થળે પહોંચ્યા બાદ પોથી પૂજન અને યજમાનો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી ત્યાર બાદ કથા પ્રારંભ કરવામાં આવેલ.

શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞ દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે જેમાં તા.૩૦.૦૩.૨૦૨૫ રવિવારના રોજ મંગલાચરણ ગ્રંથ મહિમા વિશે વિસ્તૃત કથા કહેશે તેમજ તા. ૩૧ ના રોજ જયોતિર્લિંગ પ્રાગટય તા.૦૨.૦૪.૨૦૨૫ બુધવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે પાર્વતીજી પ્રાગટય તા. ૩ ના રોજ સાંજે ૫ વાગ્યે શિવ પાર્વતી વિવાહ યોજાશે. તા. ૫ ના રોજ બાર જયોર્તિલીંગ પુજા કરાશે તેમજ તા. ૬ ના રોજ ત્રિદેવી પૂજન કરાશે તથા તા. ૭ ના રોજ સાંજે ૫ વાગ્યે કથા વિરામ થશે. તો આ પાવનકારી શિવપીઠ પર શિવપુરવાળા શાસ્ત્રીજી શ્રી જગદીશબાપુ (બાબાસાગર) બીરાજી રસપ્રદ શૈલીમાં સંગીતના સપ્તસુરો સંગ કથામૃતનું રસપાન કરાવશે.આ પુણ્યસલિલા શિવકથામૃતનું રસપાન કરી માનવદેહ ધન્ય બનાવી પુણ્યનું ભાથું પ્રાપ્ત કરવા પધારવા આપ સર્વે ધર્મ અનુરાગી ભાવિક ભકતજનોને સમિતિનું ભાવભર્યું આમંત્રણ છે.

આ પાવન પર્વની ઉજવણીના સહભાગી બનવા ચરાડવા મહાકાળી આશ્રમના પ.પૂ.મહંતશ્રી દયાનંદગીરીબાપુ , ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ, શ્રી રઘુનાથજી મંદિરના મહંત ભરતદાસ બાપુ , શ્રી નાગાબાવા મંદિર વાંકાનેરના મહંત ખુશાલદાસ બાપુ , જોગજતિ ગુફા વીશીપરા વાંકાનેરના મહંત પ્રભુદાસ બાપુ , શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર વાંકાનેરના મહંત વિશાલભાઈ પટેલ , શ્રી મચ્છુ માતાજી મંદિર મીલપ્લોટ વાંકાનેરના મહંત વિષ્ણુમહારાજ સહિત સંતો-મહંતો તેમજ વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા , વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબીના કાંતિલાલ અમૃતિયા , યુવા ઉદ્યોગપતિ અને જિલ્લા ભાજપના હોદ્દેદાર પ્રગ્નેશભાઈ પટેલ , હિરેનભાઇ પારેખ સહિત અનેક ઉદ્યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.

આ પાવન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ સફળ બનાવવા મુખ્ય યજમાન દાતા ભુપતસિંહ અરજણભાઈ પઢિયાર , રણજીતસિંહ અરજણભાઈ પઢિયાર , જામભા મધુભા જાડેજા તથા કેસરીયા ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments