Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiABVP મોરબી દ્વારા L.E કૉલેજ હોસ્ટેલના પ્રશ્નને લઈને ઉગ્ર રજુઆત

ABVP મોરબી દ્વારા L.E કૉલેજ હોસ્ટેલના પ્રશ્નને લઈને ઉગ્ર રજુઆત

મોરબી : ABVP મોરબી દ્વારા L.E કૉલેજ હોસ્ટેલના પ્રશ્નને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર રજૂઆત સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

L.E કૉલેજની હોસ્ટેલમાં છેલ્લા ઘણાં સમયથી વિધાર્થીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેવી કે પીવાના પાણીની સુવિધા નથી, પીવાના પાણીનું કુલર છે પરંતુ બંધ અવસ્થામાં છે, બાથરૂમ તથા ટોયલેટની સાફ – સફાઈ થતી નથી, કર્મચારીઓ આવે છે પરંતુ લોબી સાફ કરી અને પાર્કિંગમાં બેસીને જતાં રહે છે, ન્યૂ હિલ હોસ્ટેલની અંદર ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓના એડમિશન છે પરંતુ નહાવા માટે પાણીની બે – બે હજાર લિટરની માત્ર બે જ ટાંકી છે, ફાયર સેફ્ટી માટેના પાઇપ મુકેલ છે પરંતુ તેની પાણીની ટાંકી તૂટી ગયેલ છે જેથી કરીને ક્યારેક મુશ્કેલીનો સમય આવે ત્યારે તે કંઈ જ ઉપયોગી થઈ શકે તેમ નથી, સાફ – સફાઈ થયેલ કચરાનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી, કચરા પેટીની સુવિધા જ નથી, નહાવા માટે ડોલ વગેરેની સુવિધા નથી, પાણીની ટાંકીનું પાણી છલકાઈ ને હોસ્ટેલ તરફ આવે છે જેના કારણે જીવ – જંતુનો ઉપદ્રવ વધે છે.આ બધી સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે. તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર રજૂઆત સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા કૉલેજ પ્રશાસનને ચીમકી આપવામાં આવી કે જો સાત દિવસમાં આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવેતો ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments