Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમોટીબરાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

મોટીબરાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દર વર્ષે ધોરણ ૬ અને ૯ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ ૯ માટેની પ્રવેશ પરીક્ષામાં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બોચિયા રિધ્ધીબેન મનસુખભાઈ ઉત્તીર્ણ થઈ છે. જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments