Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઘુંટુ રોડ ઉપર ટ્રેલરની ઠોકરે બે યુવાનોના મોત

મોરબીના ઘુંટુ રોડ ઉપર ટ્રેલરની ઠોકરે બે યુવાનોના મોત

મોરબીમાં મંગળવારે સાંજના સમયે ઘુંટુ રોડ ઉપર કાળમુખા ટ્રક ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું.

મોરબીના ઘુંટુ રોડ ઉપર સાંજના સમયે બાઈક લઈને જઈ રહેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સાવન મામજીભાઈ પાટડીયા ઉ.18 તેમજ યશ રમેશભાઈ માજુસા ઉ.21 નામના યુવાનના બાઇકને ટ્રક ટ્રેલર ચાલકે હડફેટે લેતા સાવનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યશને પ્રથમ મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments