મોરબી : મોરબીની રવિરાજ ચોકડી પાસેથી મોડી રાત્રે ગૌરક્ષકોએ એક બોલેરોમાં ક્રુરતા પૂર્વક લઈ જવાતા 3 પશુઓને બચાવી બે શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગત મોડી રાત્રે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના ગૌ રક્ષકોને બાતમી મળેલ કે કચ્છ બાજુથી મોરબી તરફ એક બોલેરો પીકઅપમાં પશુઓ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. જેના આધારે મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે ગૌરક્ષકોએ વોચ ગોઠવી GJ 11 VV 3446 નંબરના વાહનને રોકતા તેમાંથી 3 પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. વાહન ચાલકની પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ પશુઓ તેને કચ્છ બાજુથી ભરેલા હોય જુનાગઢ તરફ લઈ જવાના છે. આ પશુઓને ગૌ રક્ષકોએ બચાવી પાંજરાપોળમાં મુક્યા છે.
બોલેરો વાહનમાં પશુઓને લઈ જતા બે શખ્સોને ગૌરક્ષકોએ પોલીસ સ્ટેશન લઈ જઈને ફરિયાદ નોંધાવી હતી. આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના મોરબી, લીંબડી, ચોટીલા અને રાજકોટના ગૌરક્ષકો જોડાયા હતા.












