મોરબી : માળીયા – કચ્છ હાઇવે ઉપર આરામ હોટલ નજીક ગત રાત્રીના જીજે – 18- ઝેડ – 1296 નંબરની એસટી બસના ચાલક કનુભાઈ ભીમાભાઈ બારીયાએ બેદરકારી પૂર્વક પુરપાટ ઝડપે એસટી બસ ચલાવી આગળ જતાં અજાણ્યા ડમ્પરના ઠાઠામાં બસ અથડાવતા બસમાં મુસાફરી કરી રહેલા કૈલાશભાઈ મકનભાઈ પરમારને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે એસટી બસના કન્ડક્ટર જગતસિંહ ઉદેસિંહ મકવાણા રહે.ડોકવા પંચમહાલ વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








