મોરબી : મોરબીની નિર્મલ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ આજે મોરબીના રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવ્યું હતું અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટ્રાફિક પોલીસના સહકારથી નિર્મલ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ સાથે રહીને વાહનચાલકોને ટ્રાફિક નિયમન કરાવ્યું હતું. સાથે જ પેમ્પલેટ વિતરણ કરીને વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.













