Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજકોટના ૧૮ વર્ષના યુવાનને નીચેના હોઠના ભાગે લોહીની નળીની ગાંઠની સફળતાપૂર્વક સર્જરી...

રાજકોટના ૧૮ વર્ષના યુવાનને નીચેના હોઠના ભાગે લોહીની નળીની ગાંઠની સફળતાપૂર્વક સર્જરી કરતી આયુષ હોસ્પિટલ

રાજકોટથી દર્દીની જટિલ પ્લાસ્ટિક સર્જરી માટે મોરબી આયુષ હોસ્પીટલ વ્હારે આવી હતી. પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડીયલ દ્વારા જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી.

રાજકોટના ૧૮ વર્ષના યુવાન ને નીચેના હોઠના ભાગે લોહીની નળીની ગાંઠ (ARTERIO-VENOUS MALFORMATION) થયેલી હતી. ગાંઠના લીધે હોઠ બહુજ મોટો થઇ ગયો હતો. દેખાવમાં ખરાબ લાગતો હતો જમવામાં પણ તકલીફ પડતી હતી. લોહીની નળીની ની ગાંઠ દબાવવામાં એકદમ નરમ હોઈ છે તેમાં પુષ્કળ પ્રમાણમાં લોહી ભરેલું હોવાથી જો કોઈ ઈજા થાય તો વધારે પ્રમાણમાં લોહી વહી જાય છે અને દર્દીની હાલત ગંભીર થઇ શકે છે. તેને કાઢવા માટેનું ઓપરેશન પણ બહુ જટિલ અને જોખમી હોય છે કારણ કે ખુબ જ લોહી વહી જવાનું જોખમ હોઈ છે. પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતા પૂર્વક લોહીની ગાંઠને દુર કરવાનું ઓપરેશન કરી શ્રેષ્ઠ પરિણામ આપતા દર્દીએ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments