મોરબી : 4 એપ્રિલના રોજ મોરબીમાં NCC કેડેટો દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમન કરાવવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ટ્રાફિક પોલીસ દ્વારા NCC કેડેટની ટીમને ટ્રાફિક અંગેનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ NCC કેડેટો દ્વારા મોરબી શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં NCC કેડેટોએ વાહનચાલકોને સિટ બેલ્ટ બાંધવા અને હેલમેટ પહેરવા અનુરોધ કર્યો હતો. સાથે જ ટેમ્પલેટનું વિતરણ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

















