Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નવજાત વાછરડીને નવજીવન આપતી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ

મોરબીમાં નવજાત વાછરડીને નવજીવન આપતી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ

મોરબીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા નવજાત વાછરડીને નવજીવન આપવામાં આવ્યુ હતું. જાણવા મળતી વિગતો અનુસાર સમગ્ર રાજ્યમાં બીમાર, વૃધ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરૂણા હેલ્પલાઇન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તેમની ફરજ સુપેરે બજાવી રહી છે. ત્યારે તાજેતરમાં પંચાસર રોડ પર એક ગાયે નવજાત વાછરડીને જન્મ આપેલ, જેને જન્મની સાથે આગળના બન્ને પગમાં ખોડખાંપણ હોવાથી ભરતભાઇ ગોઠીએ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યા હતો અને પંચાસર ચોકડી સ્થીત વેટ પોલિક્લિનિક ના પરિસરમાં જ ડૉ. હરિભાઇ ઠુમ્મર અને ડૉ. વિપુલ કાનાણિ દ્વારા નવજાત વાછરડીને તપાસી પગના ગોઠણનું સફળ ઓપરેશન કરવામાં આવેલ હતું. જેના થકી નવજાત વાછરડીને નવજીવન પ્રાપ્ત થયેલ છે. કોલર ભરતભાઇ ગોઠી દ્વારા ૧૯૬૨ ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ અને અબોલ પશુઓની ૧૯૬૨ ટિમ દ્વારા કરવામાં આવતી સેવાને બિરદાવવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments