Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ નજીક 45 હજારથી વધુનો દારૂ ઝડપાયો

હળવદ નજીક 45 હજારથી વધુનો દારૂ ઝડપાયો

હળવદ : હળવદ શહેર અને વેગડવાવ ગામ નજીક પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂના બે અલગ અલગ બે દરોડા પાડી વિદેશી દારૂ – બિયરનો 45 હજારથી વધુનો જથ્થો કબજે કરી એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે એક આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો.

પ્રથમ દરોડામાં હળવદ પોલીસે શહેરના બસસ્ટેન્ડ પાછળ આરોપી ગિરીશ જગદીશ પરમારના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 750 એમએલની 32 બોટલ, 180 એમએલના 133 ચપલા તેમજ બિયરના 72 ટીન મળી કુલ કિંમત રૂપિયા 44,756નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો.જ્યારે બીજા દરોડામાં હળવદ તાલુકાના વેગડવાવ રોડ ઉપર નવા માલણીયાદ ગામના પાટિયા પાસેથી આરોપી શૈલેષ કરશનભાઇ કણઝારીયા રહે.નવા માલણીયાદ વાળાના કબ્જામાંથી વાઈટ લેસ વોડકાની 180 મીલી માપની 10 બોટલ ચપલા કિંમત રૂપિયા 1000 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments