Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટાટા પ્રોજેકટના બહાને વાંકાનેરના વેપારી સાથે 48 લાખની છેતરપીંડી

ટાટા પ્રોજેકટના બહાને વાંકાનેરના વેપારી સાથે 48 લાખની છેતરપીંડી

ટેલિગ્રાફ એપ્લિકેશન મારફતે વાતચીત કરી લોભામણી લાલચે માતબર રકમ પડાવી લેવાતા 29 વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ

મોરબી : વાંકાનેર ખાતે એજન્સી ચલાવતા રસિકગઢ ગામના યુવાન સાથે ટેલિગ્રાફ એપ્લિકેશન મારફતે ટાટા પ્રોજેકટમાં જોબ વર્ક આપવાના નામે રૂપિયા 48 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવતા ચોકવનારા આ બનાવ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં છેતરપિંડી આચરનાર 29 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામે રહેતા અને વાંકાનેરમા અરબાબ એજન્સી ચલાવતા ફરિયાદી મકબુલહુસેનભાઈ અલીભાઈ માથકિયા ઉ.38 નામના વેપારી યુવાને મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ટેલિગ્રાફ એકાઉન્ટ યુઝર રાગવી, વોટ્સએપ નંબર ધારક તેમજ અલગ અલગ યુપીઆઈ અને બેન્ક એકાઉન્ટ ધરાવતા 29 ઈસમો વિરુદ્ધ ટાટા પ્રોજેકટનું જોબવર્ક આપવાના નામે 29 જાન્યુઆરી 2025થી લઈ 19 ફેબ્રુઆરી 2025 સુધીમાં 48,03,885 રૂપિયા મેળવી લઈ બાદમાં રૂપિયા પરત માંગતા હજુ ટેક્સની રકમ ભરો તો જ રૂપિયા પરત મળશે તેમ જણાવી છેતરપિંડી કરતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments