વાંકાનેરમાં ઇલેક્ટ્રોનિક્સ રીપેરીંગની દુકાનમાં આગ લાગી
વાંકાનેર : વાંકાનેરમાં હોસ્પિટલ રોડ ઉપર બાપુના બાવલા પાસે ગઈકાલે રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં એક ઇલેક્ટ્રોનિક્સ રીપેરીંગની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી.આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ હાલ પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી પાણી નાખી આગ બુઝાવી નાખી હતી.











