Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહીટ વેવને પગલે મોરબી આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

હીટ વેવને પગલે મોરબી આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

મોરબી: વધારે પડતી ગરમી અને હવામાન વિભાગની હીટ વેવની આગાહીને આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર તરફથી લુ લાગવાના કેસો માટે જિલ્લા હોસ્પિટલ મોરબી તેમજ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ ખાતે અલગ ૫-૫ બેડ ની વ્યવસ્થા તેમજ ૫ સામુહિક આરોગ્ય કેંન્દ્રો ખાતે ૨ બેડ એમ કુલ ૨૫ બેડ ની વ્યવસ્થા કરેલ છે. જિલ્લામાં આવેલ ૨૫ એમ્બુલન્સીસમાં લુ લાગવાના કેસોમા સારવાર થઇ શકે તે માટે આઇસપેક, આઇસબોક્સ, કોલ્ડ ટુવાલ, બિપી ઇન્સ્ટ્રુમેન્ટ, થર્મોમિટર, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમિટર, આઇ.વી. ઇન્ફ્યુજન ની વ્યવ્સ્થા કરવામાં આવી છે.

હાલમાં ભારતીય હવામાન વિભાગની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમી ના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે.અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીર નું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે. પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીર નું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.

લુ લાગવાના લક્ષણોની વાત કરીએ તો, શરીર અને હાથ પગ દુઃખવા,માથું દુઃખાવુ, શરીર નું તાપમાન વધી જવું, ખુબજ તરસ લાગવી, ગભરામણ થવી.શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા,ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સમાં ખેંચ આવવી જેવા લક્ષણો છે. લુ લાગવાથી બચવા માટે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું,આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્માં, છત્રી નો ઉપયોગ કરવો.

ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું. સીધા સૂર્ય પ્રકાશ થી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણ માં પાણી પીવું, લીંબુ શરબત,નાળીયેર નું પાણી, ઓ.આર.એસ.વગેરે પુષ્કળ પ્રમાણ માં પીવા. નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓ એ તડકા માં વિશેષકાળજી રાખવી. ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહિ. બજારમાં વેચતા બરફ નો ઉપયોગ ટાળવો. સામાજિક પ્રસંગે દૂધ માવામાં બનાવેલ ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહેલ હોય તે ખાવા નહિ. ગરમી ની ઋતુ માં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. ચા-કોફી અને દારૂના સેવન થી લુ લાગવાની શક્યતા વધે છે.તેથી તેનું સેવન ટાળવું અને તાજા ફળોના રસનું સેવન કરવું.

માથાનો દુઃખાવો,બેચેની,ચક્કર આવવા,ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/હોસ્પિટલનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments