મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન દ્વારા મોરબીની ટી.કે હોટલ ખાતે આજે સોનીના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કેમેરાના સ્પેશિયાલિસ્ટ સુધાકરસિંહ અલ્ફા તથા સોની ઇનફ્લુએસર રાજા અવસ્થી ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશનના પ્રમુખ, મેહુલ સ્ટુડિયાના માલિક મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી અને કેમેરા અપડેટ તથા કેમેરા લોન્ચિંગ અંગેની ફોટોગ્રાફરર્સને પુરતી માહિતી મળી રહે તે હેતુંથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન તથા મોરબીના ફોટોગ્રાફરર્સ ઉપસ્થિત રહ્યા હતા.















