Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ડો.આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે બંધારણ ગ્રંથની હાથીની અંબાડી પર ભવ્ય શોભાયાત્રા નીકળશે

મોરબીમાં ડો.આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે બંધારણ ગ્રંથની હાથીની અંબાડી પર ભવ્ય શોભાયાત્રા નીકળશે

મોરબી: ભારતના સંવિધાન નિર્માતા, વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શોભાયાત્રા 14 એપ્રિલ ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સવારે 9:30 કલાકે મોરબી શહેરના રેલ્વે સ્ટેશનથી શરૂ થશે. મુખ્ય પોસ્ટ ઓફિસ, નગર દરવાજા ચોક થઈને મહાનગર પાલિકા સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી 2:30 કલાકે આ શોભાયાત્રાની પૂર્ણાહુતી કરવામાં આવશે.

મોરબીના ઇતિહાસમાં પહેલીવાર આ શોભાયાત્રામાં ડો.બાબા સાહેબ આંબેડકરજીએ લિખિત બંધારણ ગ્રંથને હાથીની અંબાડી ઉપર રાખવામાં આવશે. તેમજ દેશી ઢોલના સથવારે મોરબી શહેરના શોભાયાત્રાના રૂટ પર નીકળશે. ત્યારે આ ભવ્ય શોભાયાત્રામાં મોરબી શહેરની જાહેર જનતાને જોડાવા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ-મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments