Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, કાર ચાલક ફરાર

મોરબીમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, કાર ચાલક ફરાર

મોરબીમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, કાર ચાલક ફરાર

મોરબી : મોરબી તાલુકા પોલીસે નેકસેસ સિનેમા પાસેથી એક ઇંગ્લીશ દારૂ ભરેલ સ્વીફટ કારનો પીછો કરતા કાર ચાલક કુબેર ફાટક પાસે કાર મૂકી નાસી છૂટ્યો હતો. આ સ્વિફટ કારમાંથી રૂ.૫૩ હજારની કિંમતનો ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વીફટ કાર રજી. નંબર- GJ-36-B-727માં ઇંગ્લીશ દારૂ ભરી નવલખી બાયપાસ રોડ થઈ મોરબી તરફ આવે છે. જેના આધારે પોલીસની ટીમે નવલખી બાયપાસ નજીક નેકક્સેસ સિનેમા સામે વોચ ગોઠવી હતી. જેને પગલે કાર ચાલકે કારનો યુ-ટર્ન મારી કાર ભગાવી કુબેર કાટક પાસે કાર મૂકી નાસી ગયેલ હતો. જે કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૫૧ કિ.રૂ.૫૩.૭૫૬/- મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments