હળવદ : હળવદ તાલુકાના જોગડ ગામની સીમમાં વાડી ધરાવતા નવા ઇશનપુર ગામના રહેવાસી બળદેવભાઈ સોંડાભાઈ મકવાણા ઉ.41 નામના દલવાડી સમાજના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










