Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદે ઓટલા અને છાપરાના દબાણો તોડી પડાયા

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદે ઓટલા અને છાપરાના દબાણો તોડી પડાયા

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલા મચ્છીપીઠ વિસ્તારમાં મસ્જિદ રોડ પર આજ રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રોડ પર નડતરરૂપ ઓટલા અને છાપરાનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્લિન ખરે અને ડેપ્યુટી કમિશનરની ઉપસ્થિતિમાં આ દબાણ હટાવવામાં આવી રહ્યું છે.

મચ્છીપીઠથી અવધપુરી રોડ સુધી આ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવશે. બુલડોઝર મારફતે નડતરરૂપ દુકાનો બહાર રહેલા ઓટલા તોડી પાડવામાં આવ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવી રહ્યું છે.

આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાના વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે મચ્છીપીઠ વિસ્તારમાં દબાણ હટાવવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments