મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં વગડીયા વિસ્તારમાં રવીસ પેપરમિલ પાસે પાણીના ખાડામાં ન્હાવા ગયેલા રમણિકભાઈ પ્રાણજીવનભાઈ વિરપરિયા ઉ.36 નામના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










