Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગાંધીબાગમાં સીસીટીવી અને લાઈટ નાખો : સામાજિક કાર્યકરો

મોરબીના ગાંધીબાગમાં સીસીટીવી અને લાઈટ નાખો : સામાજિક કાર્યકરો

મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસની સામે આવેલા ગાંધીબાગમાં વાહનોની ચોરી થતી હોય અને ગાંધીજીનું સ્ટેચ્યૂ હોય ત્યાં અંધકાર હોય કાયમી ધોરણે લાઈટો અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરોએ મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર અને એસપીને લેખિત રજૂઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, ગાંધીબાગમાં વાહન પાર્ક કરવામાં આવે છે. પરંતુ કેટલાક તત્વો લોક તોડીને ટુ-વ્હીલરોની ચોરી કરે છે. સૂર્યોદય કોમ્પલેક્ષમાં દુકાનો ધરાવતા અનેક વેપારીઓના વાહનો આ ગાંધીબાગમાંથી ઉપડી ગયા છે. ત્યારે ગાંધીબાગમાં લાઈટ નાખવામાં આવે અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવે સાથે જ ચોકીદાર પણ મૂકવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments