Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમા ભર ઊંઘમાં પગથિયાં ભૂલી જતા યુવાન ચીર નિંદ્રામાં પોઢી ગયો

હળવદમા ભર ઊંઘમાં પગથિયાં ભૂલી જતા યુવાન ચીર નિંદ્રામાં પોઢી ગયો

હળવદમા ભર ઊંઘમાં પગથિયાં ભૂલી જતા યુવાન ચીર નિંદ્રામાં પોઢી ગયો

હળવદના કુંભાર દરવાજા વિસ્તારમાં આવેલ કરાચી કોલોનીમાં રહેતો યુવાન રાત્રે ધાબા ઉપર સુતા બાદ લઘુશંકા કરવા માટે ઊઠ્યો હતો તે વેળાએ ઊંઘમાને ઊંઘમાં પગથિયાં ભૂલી જતા અગાસીએથી પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના કુંભાર દરવાજા વિસ્તારમાં આવેલ કરાચી કોલોનીમાં રહેતા મૂળ ધંધુકાના તગડી ગામના વતની નાગરભાઈ હનુભાઈ કોગતિયા ઉ.47 નામનો યુવાન ગરમીને કારણે રાત્રે અગાસીમાં સૂતો હોય રાત્રીના લઘુશંકા કરવા ઉઠતા ઊંઘમાં અગાસીના પગથિયાં ઉતરવા સમયે પગથિયાં ભૂલી જતા ધાબા ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા ચીર નિંદ્રામાં પોઢી ગયો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments