Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં મકાન વેચવાના પ્રશ્ને મારામારી, 12 વિરુદ્ધ હુમલાની ફરિયાદ

વાંકાનેરમાં મકાન વેચવાના પ્રશ્ને મારામારી, 12 વિરુદ્ધ હુમલાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર શહેરના પંચાસર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં મકાન વેચવા બાબતે તેમજ શેરીમાં પાણી ઢોળવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી 12 શખ્સોએ વૃદ્ધ ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા દેવજીભાઈ આંબાભાઈ ટીડાણીએ આરોપી સંજયભાઇ પ્રવિણભાઇ ટીડાણી, અશોકભાઇ પ્રવિણભાઇ ટીડાણી, સિધ્ધરાજભાઇ અશોકભાઇ ટીડાણી, પ્રવિણભાઇ આંબાભાઇ ટીડાણી, સંગીતાબેન સંજયભાઇ, રાહુલભાઇ બટુકભાઇ, હકાભાઇ ઘુસરી, હકાભાઇની પત્ની, ગીતાબેન અશોકભાઇ, લખનભાઇ પ્રવિણભાઇ, સોનલબેન લખનભાઇ, ભાગ્યેશ લખનભાઇ રહે. બધા વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ મકાન વેચવા બાબતે થયેલ ઝઘડા અને શેરીમાં પાણી ઢોળવા બાબતે બોલાચાલી થતા તમામ આરોપીઓએ હુમલો કરી સાહેદ ચેતનભાઈ સહિતનાઓને ઇજા પહોંચાડી હતી.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments