Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લક્ષ્મીનગર ખાતે 23 એપ્રિલે ભાજપ દ્વારા સન્માન સભાનું આયોજન

મોરબીના લક્ષ્મીનગર ખાતે 23 એપ્રિલે ભાજપ દ્વારા સન્માન સભાનું આયોજન

મોરબી : ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે
તારીખ 20 તી 25 એપ્રિલ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર સન્માન સભા (યુવા સંમેલ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા 23 એપ્રિલ ને બુધવારે મોરબીના લક્ષ્મીનગર સ્થિત આર્યાવર્ત સ્કૂલ ખાતે સન્માન સભાનું આયોજન કરાયું છે.

23 એપ્રિલ ને બુધવારે સાંજે 4-15 કલાકેથી આ સન્માન સભા કાર્યક્રમની શરૂઆત થશે. જેમાં વક્તા તરીકે ભાજપ પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા અને પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા હાજર રહી વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સર્વે વિદ્યાર્થીઓ તથા સમગ્ર યુવાનોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments