Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમના બે દરવાજા ખોલીને 1360 ક્યુસેક પાણી છોડાયું

મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમના બે દરવાજા ખોલીને 1360 ક્યુસેક પાણી છોડાયું

મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમના બે દરવાજા ખોલીને 1360 ક્યુસેક પાણી છોડાયું

મોરબી : મચ્છુ-2 ડેમમાં હાલ દરવાજા બદલવાની કામગીરી ચાલી રહી છે. જેના પગલે આજે મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. બીજા સ્પેરવેલમાં કામ શરૂ કરવા માટે લેવલ ડાઉન કરવા આજે બપોરે 4 કલાકે મચ્છુ-2 ડેમના બે દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.

હાલ મચ્છુ-2 ડેમ 12.53 ટકા ભરાયેલો છે. હાલ બે દરવાજા ખોલીને 1360 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોય મોરબી તાલુકાના (1) જોધપર, (2) લીલાપર, (3) ભડીયાદ, (4) ટીંબડી, (5) ધરમપુર, (6) રવાપર, (7) અમરેલી, (8) વનાળિયા, (9) ગોર ખીજડીયા, (10) માનસર, (11) નવા સાદુળકા, (12) જુના સાદુળકા, (13) રવાપર (14) ગુંગણ, (15) નારણકા, (16) બહાદુરગઢ, (17) નવા નાગડાવાસ, (18) જુના નાગડાવાસ, (19) સોખડા (20) અમરનગર તેમજ માળીયા તાલુકાના (1) વીરવદરકા, (2) દેશળા, (3) નવાગામ, (4) મેધપર, (5) હરીપર, (6) મહેન્દ્રગઢ, (7) ફત્તેપર (8) સોનગઢ, (9) માળિયા (મિ.) ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments