મોરબી : જમ્મુ કાશ્મીરમાં પર્યટકો ઉપર થયેલા આંતકી હુમલાને પગલે સમગ્ર દેશમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આંતકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. આ આંતકી હુમલાના વિરોધમાં મોરબીના તમામ વેપારી મંડળો દ્વારા આવતીકાલે મોરબી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ દેશના પર્યટકો ઉપર સૌથી નોટો ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ આંતકી હુમલામાં 26 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો છે. આથી મોરબીના વેપારીઓમાં પણ આંતકી હુમલા સામે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.આથી મોરબીના તમામ વેપારી મંડળોએ આવતીકાલે રોષપૂર્ણ મોરબી બંધનું એલાન આપ્યું છે. જેમાં તમામ વેપારીઓ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાળી સરકાર સમક્ષ આંતકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરશે.











